Linked Node

Content

ટીબીના દર્દીઓ માટે પોષક સલાહ

ટીબીના દર્દીઓના પોષણ મૂલ્યાંકન સાથે પોષણ પરામર્શ શરૂ થાય છે

  • પોષણની સ્થિતિ: ટીબીના દર્દીની ઊંચાઈ, વજન અને BMIનું મૂલ્યાંકન
  • ટીબીના દર્દીઓ માટે આહાર અને પસંદગીનો ખોરાક
  • ટીબીના દર્દીઓની હાલની ભૂખ લાગવાની સ્થિતી અને ખોરાકનું સેવન

 પોષણ મૂલ્યાંકનના આધારે, ટીબીના દર્દીઓને નીચેની માહિતી પહોંચાડી શકાય છે

  • ટીબીના દર્દીઓને ત્રણવાર ભોજન અને ત્રણવાર નાસ્તાના રૂપમાં વારંવાર ખોરાક લેવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
  • ભોજન અને નાસ્તામાં તેની માત્રામાં વધારો કર્યા વિના એનર્જી અને પ્રોટીનનું પ્રમાણ વધારવાના પ્રયાસો કરવા જોઈએ.
  • રોટલી  કે ભાતમાં તેલ, માખણ કે ઘી ઉમેરવાથી આહારમાં એનર્જીનું પ્રમાણ વધી શકે છે.
  • અન્ય સ્વરૂપોમાં કઠોળ, દા.. પલાળેલા કઠોળ, શેકેલા ચણા, મગફળી, તળેલા અથવા શેકેલા સ્વરૂપમાં નાસ્તા તરીકે લઈ શકાય છે. દૂધ અને ઈંડાનો આહારમાં સમાવેશ કરવો.
  • દર્દીઓની શાકાહારી/માંસાહારી પસંદગીઓના આધારે સરળતાથી ઉપલબ્ધ પૌષ્ટિક ખોરાકના ઉપયોગ પર ભાર મૂકવો જોઈએ.

 

 

Content Creator

Reviewer

Target Audience